Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Major change in Gujarat Police fleet, ordering transfer and posting of 10 IPS-SPS officers

ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી-નિમણૂકનો આદેશ

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી-નિમણૂકનો આદેશ
સોર્સ : Google

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 10 IPS અને SPS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2023 અને 2024 બેચના ચાર IPS અધિકારીઓને મદદનીશ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ(ASP) તરીકે વિવિધ ડિવિઝનમાં જવાબદારી સોંપાઈ છે.

image.png

App Store

4 IPS અધિકારીની ASP તરીકે નિયુક્તિ

ગૃહ વિભાગ અનુસાર, IPS માનસી આર. મીણાને અમદાવાદ જિલ્લાના વિરમગામ ડિવિઝન, IPS મૌસમ મહેતાને વાવ-થરાદના દિયોદર ડિવિઝન, IPS પ્રખર કુમારને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ડિવિઝન અને IPS કરણકુમાર પન્નાને દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝન ખાતે ASP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.