મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસ સક્રિય: તમામ વોર્ડમાં મજબૂત ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીન

તસવીર: gstv

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય માહોલ ગરમાયો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે આ ચૂંટણી માત્ર ગાંધીનગરના નાગરિકો માટે જ નથી, પરંતુ તમામ મતદારોએ પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવો જોઈએ. કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ વોર્ડમાં મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવશે અને ઉમેદવારોની પસંદગીની જવાબદારી પ્રભારીઓને સોંપી દેવામાં આવી છે. નાગરિકોને પાયાની સુવિધાઓ મળી રહે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉમેદવારને મત આપવા તેમણે અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો