Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : International connection of digital fraud; Rs 77 crore racket spread from Gujarat to Dubai

Gandhinagar news: ડિજિટલ ઠગાઈનું આંતરરાષ્ટ્રીય કનેક્શન; ગુજરાતથી દુબઈ સુધી ફેલાયેલું 77 કરોડનું રેકેટ ઝડપાયું

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: ડિજિટલ ઠગાઈનું આંતરરાષ્ટ્રીય કનેક્શન; ગુજરાતથી દુબઈ સુધી ફેલાયેલું 77 કરોડનું રેકેટ ઝડપાયું
સોર્સ : GSTV

રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમના બનાવો વચ્ચે ગાંધીનગર CID ક્રાઈમની 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ'ની ટીમે દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર છેતરપિંડી અને ઓનલાઈન ગેમિંગના કાળા નાણાંને સગેવગે કરવા માટે ભાડે રખાતા 'મ્યુલ એકાઉન્ટ્સ' ચલાવતી ગેંગના 16 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસનીશોના મતે, આ ટોળકીએ દેશભરમાં અંદાજે 77 કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડ આચર્યા છે અને આ રેકેટની કડીઓ દુબઈ સુધી જોડાયેલી હોવાની આશંકા છે. આ ઉપરાંત, 260થી વધુ બેંક ખાતાઓનો ડેટા અને 375 સાયબર ફ્રોડ સાથે છેડો જોડાયેલો હોવાનું ખૂલ્યું છે.

App Store

 મુખ્ય સૂત્રધારોની કરાઈ ધરપકડ

વડોદરામાંથી આ રેકેટનો મુખ્ય સૂત્રધાર કિરણ કરશનભાઈ જોશી(રહે.થરાદ), સિદ્ધરાજ ગણપતભાઈ શિરવાડિયા, કાંકરેજના મહેશ લાલજીભાઈ જોષી, પાલનપુરના જીગર રાજુભાઈ સોલંકી અને ઓગડના પ્રકાશ રામજીભાઈ જોષીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ 'શિવમ એજન્સી', 'શિવધારા મસાલા બિઝનેસ' અને 'એમઆર વોટર' જેવી બોગસ કંપનીઓ બનાવી તેના નામે બેંક ખાતા ખોલાવતા હતા. આ ખાતાઓના ચેકબુક, ડેબિટ કાર્ડ અને સિમ કાર્ડ તેઓ સાયબર ઠગોને સોંપી દેતા હતા. જેમાં પોલીસે 13 મોબાઈલ ફોન, 13 ચેકબુક, બે પાસબુક અને 4 બ્લેન્ક ચેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

પાલનપુર લિંક: બેંક ડેટા અને દસ્તાવેજો જપ્ત

પાલનપુરમાંથી મીત રતિલાલ શ્રીમાળી અને મેહુલ બાબુભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. મીત દ્વારા અનેક બેંક ખાતા ખોલાવી તેને મુખ્ય નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતા હતા. પોલીસને અહીંથી મોટી માત્રામાં બેંક વિગતો, આધાર અને પાન કાર્ડની માહિતી સહિતના ડિજિટલ રેકોર્ડ મળી આવ્યા છે.

ગોવામાંથી મળ્યું આખું 'ઓપરેશન હબ'

તકનીકી વિશ્લેષણના આધારે પોલીસે ગોવામાં દરોડો પાડી પાટણના જીતુભાઈ ભુરાભાઈ ઠક્કર સહિત 9 આરોપીની ધરપકડ કરી છે. ગોવાથી આ ગેંગનું મુખ્ય સંચાલન થતું હતું. અહીંથી 15 લેપટોપ, 72 મોબાઈલ, 126 સિમ કાર્ડ, 115 ડેબિટ કાર્ડ અને અનેક ક્યુઆર(QR) કોડ મળી આવ્યા છે. લેપટોપમાંથી સાયબર ક્રાઈમની ફરિયાદોની પીડીએફ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીનો મસમોટો ડેટા મળી આવ્યો છે.

મોડસ ઓપરેન્ડી: 'ડિજિટલ એરેસ્ટ'થી લઈને જોબ સ્કેમ

આ ગેંગ 'ડિજિટલ એરેસ્ટ', ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઈ સ્કેમ અને પાર્ટ-ટાઈમ જોબના નામે લોકો સાથે ઠગાઈ કરતી હતી. ગેંગ પાસે 260થી વધુ બેંક એકાઉન્ટ્સની વિગતો મળી હતી, જેના દ્વારા નાણાંની હેરાફેરી થતી હતી. રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ પોર્ટલ(1930) મુજબ, આ ખાતાઓ સાથે દેશભરની 375 ફરિયાદો જોડાયેલી છે, જેમાં કુલ 77.72 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય કનેક્શન: દુબઈ સાથે સંપર્ક

આરોપીઓના વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટની તપાસમાં દુબઈ અને અન્ય દેશોના સંપર્કો મળી આવ્યા છે. વિદેશમાં બેઠેલા હેન્ડલર્સ સાથે બેંક ખાતાની વિગતો શેર કરવામાં આવતી હતી. આ રેકેટમાં હજુ પણ કેટલાક મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે CIDએ તપાસ તેજ કરી છે.