Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Indian Navy issues navigation alerts: India and this enemy country will conduct firing drills at the same time in the Arabian Sea, know the whole matter

Indian Navy issues navigation alerts : અરબ સાગરમાં એક જ સમયે ભારત અને આ દુશ્મન દેશ ફાયરિંગ ડ્રિલ કરશે, જાણો આખો મામલો 

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Indian Navy issues navigation alerts : અરબ સાગરમાં એક જ સમયે ભારત અને આ દુશ્મન દેશ ફાયરિંગ ડ્રિલ કરશે, જાણો આખો મામલો 
સોર્સ : GSTV news

Indian Navy issues navigation alerts : ઓપરેશન સિંદૂર બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે. એવામાં હવે અરબ સાગરમાં હલચલ વધવાની છે. ભારત અને પાકિસ્તાનની નૌસેના એક જ સમયે ફાયરિંગ ડ્રિલ કરશે. બંને દેશોની નૌસેનાએ ડ્રિલ પહેલા નેવિગેશન એરિયા વોર્નિંગ પણ જાહેર કર્યું છે. 

App Store

ભારત અને પાકિસ્તાન બંને દેશોની નૌસેના પોતપોતાના દેશની સરહદમાં સબ સરફેસ ફાયરિંગ ડ્રિલ કરશે. વોર્નિંગ જાહેર કરીને મરીન ટ્રાફિકને ડ્રિલવાળા વિસ્તારથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે. 

ભારતીય નૌસેનાએ ત્રણ નેવિગેશન એરિયા વોર્નિંગ આપી. ઓખા તટ નજીક 11 ઓગસ્ટે સવારે 11.30 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી ફાયરિંગ ડ્રિલ કરાશે . 12 ઓગસ્ટે પોરબંદર તટ નજીક રાત્રિના રાત્રિના 12.30 વાગ્યાથી 6.30 વાગ્યા સુધી ફાયરિંગ ડ્રિલ કરાશે

13 ઓગસ્ટે મોરમુગાઓ તટ નજીક રાત્રિના 1.30 વાગ્યાથી 6 વાગ્યા સુધી ફાયરિંગ ડ્રિલ કરાશે.બીજી તરફ પાકિસ્તાને પણ 11 ઓગસ્ટની સવારના 4 વાગ્યાથી 12 ઓગસ્ટની સાંજના 4 વાગ્યા સુધી નેવિગેશન એરિયા વોર્નિંગ જાહેર કરી છે. નૌસેનાની વોર્નિંગ અનુસાર ભારતીય સેના 11 અને 12 ઓગસ્ટે ગુજરાતનાં પોરબંદર અને ઓખાના તટ પાસે અભ્યાસ કરશે. નોંધનીય છે કે આ પ્રકારના સૈન્ય અભ્યાસ બંને દેશોની સેનાઓ નિયમિત રૂપે કરતી જ હોય છે.