Bharuch news: નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવાનો સિલસિલો યથાવત્
Bharuch news: ભરૂચ શહેરમાં આવેલી નર્મદા મૈયા બ્રિજ પરથી મ
Bharuch news: ભરૂચ શહેરમાં આવેલી નર્મદા મૈયા બ્રિજ પરથી મોત ની છલાંગ લગાવાનો સિલસિલો યથાવત રહેતા અંકલેશ્વરની નવી દીવીના એક પુરુષે મોતની છલાંગ લગાવી હતી પણ તરતા રહેતા કુકરવાડા પોહચી જતા સ્થાનિકોએ તેઓને બચાવી લીધા હતા.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વરની નવી દિવી ગામ પાસે આવેલા શિવદર્શન સોસાયટીમાં રહેતા એક પુરુષે ઘરેથી નીકળી નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી દીધી હતું પરંતુ પાણીમાં પડ્યા બાદ તેવો સતત હાથ હલાવતા રહ્યા હોય તેવો ભરૂચ તાલુકાના કુકરવાડાના નદી કિનારે પહોચતા સ્થાનિક નાવિકોએ તેઓને જોતા પાણીમાંથી બહાર કાઢી લાવી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા તેઓ તેમની ટીમ સ્થળ પર પહોંચી ગયા હતા. જે બાદ મોતની છલાંગ લગાવેલા ભાઈની પૂછપરછ કરતાં તેમને જણાવ્યું કે, હું કંટાળી ગયો છું, મારે જીવવું નથી મારે મરી જવું છું વારંવાર પૂછતાં તેવોએ તેમની દીકરીનો મોબાઈન નંબર. આપ્યો હતો. જેથી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેમના પરિવારનો સંપર્ક કરી સ્થળ પર બોલાવી લીધા હતા અને મોતની છલાંગ લગાવેલ પુરુષને તેના પરિવારને સોપી દીધો હતો.
છેલ્લા 15 દિવસમાં આ ત્રીજો બનાવ છે કે, જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપર મોતની છલાંગ લગાવી હોઈ સદનસીબે ત્રણેયને બચાવી લેવામાં આવ્યા છે. આમ પંદર જ દિવસમાં ત્રીજો કિસ્સો છે. જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોત વ્હાલુ કરવાનો પ્રયત્ન કર્યો હોય માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજ ઉપર નેટ લગાવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે.





