Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Have you downloaded the call letter? PSI-Head Constable Exam to be held on August 23, Know Important Details!

શું તમે ડાઉનલોડ કર્યો કોલ લેટર? 23 ઓગસ્ટે યોજાશે PSI-હેડ કોન્સ્ટેબલની પરીક્ષા, જાણો મહત્વની વિગતો!

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
શું તમે ડાઉનલોડ કર્યો કોલ લેટર? 23 ઓગસ્ટે યોજાશે PSI-હેડ કોન્સ્ટેબલની પરીક્ષા, જાણો મહત્વની વિગતો!
સોર્સ : gstv

ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) ની જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા અંતર્ગત આગામી 23મી ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે અત્યાર સુધીમાં 25 હજાર જેટલા ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ થયા છે.

App Store

પરીક્ષાનું સમયપત્રક

•પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટર: સવારે 9:30થી બપોરે 12:30 (200 MCQ)
•પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ): સવારે 9:30થી બપોરે 12:30 (210 MCQ)
•હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1): બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી (210 MCQ)

ઉમેદવારોએ ક્વોલિફાય થવા માટે Part-A અને Part-B બંનેમાં અલગ-અલગ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા જરૂરી રહેશે. પરીક્ષામાં પ્રત્યેક સાચા જવાબનો 1 ગુણ રહેશે તથા ખોટા જવાબ માટે માઇનસ પદ્ધતિ અમલમાં રહેશે.

ગેરરીતિ અટકાવવા AI અને GPS ટેકનોલોજીનો ઉપયોગ

પરીક્ષા સંપૂર્ણ પારદર્શક અને ગેરરીતિ મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 1100થી વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓ અને 1500 જેટલા શિક્ષણ વિભાગના કર્મચારીઓ કામગીરીમાં જોડાશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર PI કક્ષાના અધિકારી ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે તૈનાત રહેશે. આ ઉપરાંત સમગ્ર પરીક્ષા પોલીસ કમિશ્નર, અમદાવાદના સુપરવિઝન હેઠળ અને DIGP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાશે.

ગેરરીતિ અટકાવવા માટે ‘Facial Recognition Technology’ અને AI નો ઉપયોગ કરાશે. પરીક્ષા સાહિત્ય લઈ જતા તમામ વાહનોને GPSથી ટ્રેક કરી કરાઈ સ્થિત રાજય ભરતી કંટ્રોલરૂમથી મોનીટરીંગ કરવામાં આવશે. ભરતી બોર્ડ દ્વારા જે ઉમેદવારોને કોલલેટર ડાઉનલોડ કરવાના બાકી હોય તેમને સમયસર ડાઉનલોડ કરી લેવા અને પરીક્ષાના દિવસે કેન્દ્ર પર સમયસર પહોંચી જવા અપીલ કરવામાં આવી છે.