Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat Rain Forecast: Heavy to very heavy rain forecast for the next 3 days in the state, see which districts will receive rain?

Gujarat Rain Forecast: રાજ્યમાં આવતા 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જુઓ કયા જિલ્લાઓમાં ખાબકશે વરસાદ?

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat Rain Forecast: રાજ્યમાં આવતા 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જુઓ કયા જિલ્લાઓમાં ખાબકશે વરસાદ?
સોર્સ : GSTV

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોર વધ્યુ છે. તેવામાં હવામાન વિભાગે આગામી 6 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 સપ્ટેમ્બરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. 

App Store

6 દિવસ ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં આવતીકાલે સોમવારે (1 સપ્ટેમ્બર) સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

જ્યારે 2 સપ્ટેમ્બરે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 3 સપ્ટેમ્બરે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ અને સુરત, તાપી, ડાંગ, નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.  

4 સપ્ટેમ્બરની આગાહી
રાજ્યમાં આગામી 4 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. જેમાં 22 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

5 સપ્ટેમ્બરની આગાહી
5 સપ્ટેમ્બરે ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

6 સપ્ટેમ્બરની આગાહી
6 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત 23 જિલ્લામાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, ભરૂચ અને સુરત જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.