Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Good news for students of class 10-12 board exams

ગુડ ન્યુઝ: ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે

Timeછેલ્લું અપડેટ : 01 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ગુડ ન્યુઝ: ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવાની સાથે ત્રણ તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. ધોરણ-10 અને 12 સાયન્સમાં શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી 6 ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવી છે.

App Store

જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 9 ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવવામાં આવી છે. રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની આ મુદ્દત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારવામાં આવશે.

રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારાશે

ધોરણ 12 સાયન્સમાં  7થી 22 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 7થી 10 ડિસેમ્બર દરમિયાન રૂ. 250 લેટ ફી સાથે, 11થી 20 ડિસેમ્બર દરમિયાન રૂ. 300 લેટ ફી સાથે અને 21થી 22 ડિસેમ્બર સુધી રૂ. 350 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. 22 ડિસેમ્બર સુધીમાં કોઇપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે. વિદ્યાર્થીઓનું પ્રિન્સિપાલની સંમતિ બાકી હોય તો તે પણ 22 ડિસેમ્બર સુધી કરી શકાશે.

આ પણ વાંચો : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025: સસ્પેન્સ યથાવત, પાકિસ્તાન 'હાઈબ્રિડ મોડલ'માં તૈયાર, પણ સમસ્યા અહીં અટકી છે

ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 10થી 24 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. જેમાં પ્રથમ તબક્કામાં 10થી 12 ડિસેમ્બર દરમિયાન રૂ. 250 લેટ ફી સાથે, 13થી 22 ડિસેમ્બર દરમિયાન રૂ. 300 લેટ ફી સાથે અને 23થી 24 ડિસેમ્બર સુધી રૂ. 350 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. જ્યારે, ધોરણ-10માં 7થી 22 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે.