Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : "Forget the cheese-cheese from tomorrow August 6!" Gujarat government's face, a major ban implemented across the state

"કાલે 6 ઓગસ્ટથી પનીર-ચીઝ ભૂલી જજો!" ગુજરાત સરકારનો સપાટો, સમગ્ર રાજ્યમાં લાગુ થયો મોટો પ્રતિબંધ

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
"કાલે 6 ઓગસ્ટથી પનીર-ચીઝ ભૂલી જજો!" ગુજરાત સરકારનો સપાટો, સમગ્ર રાજ્યમાં લાગુ થયો મોટો પ્રતિબંધ
સોર્સ : gstv

ગુજરાતમાં લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપતાં રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલ 6 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ જેવી કે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ તેમજ વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

App Store

આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સના વિતરણ અને ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નાગરિકોના આરોગ્ય સાથે થતાં કોઈપણ પ્રકારના ચેડાં ચલાવી લેવાશે નહીં

એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ એટલે શું?

એનાલોગ ડેરી પ્રોડક્ટ્સમાં દૂધના કુદરતી ફેટના બદલે વનસ્પતિ તેલ કે અન્ય પ્રોસેસ્ડ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જે લાંબા ગાળે માનવ શરીર અને સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ભેળસેળયુક્ત અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા નકલી ડેરી ઉત્પાદનો પર લગામ કસવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ પ્રતિબંધ બાદ હવે રાજ્યમાં ડેરી પ્રોડક્ટ્સના નામે એનાલોગ સામગ્રી વેચતા કે બનાવતા એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી સામાન્ય જનતાને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્યસામગ્રી મળી રહે.

નિર્ણય પાછળનું કારણ શું?

રાજ્યના 'ખોરાક અને ઔષધ નિયમન તંત્ર' દ્વારા કરવામાં આવેલા સેમ્પલિંગ અને લેબોરેટરી પરીક્ષણમાં સામે આવ્યું કે દૂધના બદલે વનસ્પતિ તેલ અને બિન-ડેરી ઘટકોમાંથી પનીર જેવા દેખાતા ઉત્પાદનો બનાવાઈ રહ્યા હતા. આનાથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે, અસલી ડેરી ઉત્પાદકોને નુકસાન થાય છે અને ખાદ્ય સુરક્ષા પર પ્રશ્નો ઊભા થાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ધારા-ધોરણ વગરના એનાલોગ પનીર (Analogue Paneer), ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સરકારે સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે

કડક કાયદાકીય કાર્યવાહી થશે: આરોગ્ય મંત્રાલય

આ પ્રતિબંધનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કે ફૂડ બિઝનેસ ઓપરેટર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 મુજબ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News