શેરબજારના સમયમાં મોટો ફેરફાર: ૩ ઓગસ્ટથી નવો નિયમ લાગુ, જાણો F&O ટ્રેડિંગ અને ક્લોઝિંગ ઓક્શનનો સમય!

જો તમે પણ શેરબજારમાં (Share Market) રોકાણ કે ટ્રેડિંગ કરો છો, તો ૩ ઓગસ્ટ ૨૦૨૬, સોમવારથી લાગુ થવા જઈ રહેલા નવા નિયમો વિશે જાણી લેવું અત્યંત જરૂરી છે. ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા યોગ્ય ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) શેરો માટે ક્લોઝિંગ ઓક્શન સેશન (Closing Auction Session - CAS) શરૂ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઇક્વિટી ડેરીવેટિવ્ઝમાં (Equity Derivatives) ટ્રેડિંગનો સમય પણ ૧૦ મિનિટ વધારી દેવામાં આવ્યો છે. આ ફેરફારનો મુખ્ય હેતુ શેરોના અંતિમ ભાવ એટલે કે ક્લોઝિંગ પ્રાઇસને (Closing Price) વધુ પારદર્શક અને સચોટ બનાવવાનો છે.
સમગ્ર બજારમાં હવે એક જ ક્લોઝિંગ ટાઇમ નહીં રહે
નવા નિયમો લાગુ થયા બાદ શેરબજારના તમામ સેગમેન્ટ એક જ સમયે બંધ નહીં થાય:
નન-F&O શેરો: સામાન્ય ટ્રેડિંગ પહેલાંની જેમ જ સાંજે ૩:૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
F&O શેરોના કેશ માર્કેટ: સામાન્ય ટ્રેડિંગ બપોરે ૩:૧૫ વાગ્યા સુધી જ થશે. ત્યારબાદ ૩:૧૫ થી ૩:૩૫ વાગ્યા સુધી ક્લોઝિંગ ઓક્શન સેશન ચાલશે.
સ્ટોક અને ઇન્ડેક્સ F&O: ડેરીવેટિવ્ઝ ટ્રેડિંગ હવે સાંજે ૩:૪૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
પોસ્ટ-ક્લોઝ સેશન: સાંજે ૩:૫૦ વાગ્યાથી ૪:૦૦ વાગ્યા સુધી યોજાશે.
શું છે આ ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS)?
અત્યાર સુધી F&O શેરોનું ટ્રેડિંગ સીધું ૩:૩૦ વાગ્યા સુધી ચાલતું હતું અને ક્લોઝિંગ પ્રાઇસ ટ્રેડિંગના આખરી ૩૦ મિનિટના વોલ્યુમ વ્હીટેડ એવરેજ પ્રાઇસ (VWAP) ના આધારે નક્કી થતી હતી. પરંતુ હવે F&O શેરોનું સામાન્ય ટ્રેડિંગ ૩:૧૫ વાગ્યે બંધ થઈ જશે. ત્યારબાદ ખરીદ-વેચાણના તમામ ઓર્ડર એકસાથે એકત્રિત કરવામાં આવશે અને એક ચોક્કસ સંતુલિત કિંમતે તેમનું મેચિંગ થશે, જે તે શેરનો અધિકૃત ક્લોઝિંગ પ્રાઇસ બનશે.
ક્લોઝિંગ ઓક્શન સેશનનું ટાઇમટેબલ:
૩:૧૫ થી ૩:૨૦ વાગ્યા: રેફરન્સ પ્રાઇસ (Reference Price) નક્કી થશે.
૩:૨૦ થી ૩:૨૫ વાગ્યા: ઇન્વેસ્ટર્સ માર્કેટ અને લિમિટ ઓર્ડર (Limit Order) મૂકી શકશે.
૩:૨૫ થી ૩:૩૦ વાગ્યા: માત્ર લિમિટ ઓર્ડર સ્વીકારાશે (ઓર્ડર કેન્સલ કે ચેન્જ નહીં કરી શકાય). ૩:૨૮ થી ૩:૩૦ વચ્ચે ગમે ત્યારે ઓર્ડર એન્ટ્રી બંધ થઈ જશે.
૩:૩૦ થી ૩:૩૫ વાગ્યા: ઓર્ડર મેચિંગ થશે અને આખરી ક્લોઝિંગ પ્રાઇસ નક્કી કરાશે.
F&O ટ્રેડર્સને શું ફાયદો થશે?
NSE દ્વારા ડેરીવેટિવ્ઝ ટ્રેડિંગનો સમય લંબાવીને સાંજે ૩:૪૦ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આનાથી ટ્રેડર્સને પોતાની ઓપન પોઝિશનની હેજિંગ (Hedging) કરવા, કેશ માર્કેટ ઓક્શન પછી ટ્રેડમાં ફેરફાર કરવા, ઇન્ટ્રાડે પોઝિશન (Intraday Position) ક્લોઝ કરવા અને એક્સપાયરીના (Expiry) દિવસે બજારની અસ્થિરતાને વધુ સારી રીતે હેન્ડલ કરવા માટે ૧૦ મિનિટનો વધારાનો સમય મળશે.
આ ઉપરાંત, VWAP ની ગણતરીનો સમય પણ હવે બદલાઈને સાંજે ૩:૧૦ થી ૩:૪૦ વાગ્યા સુધીનો રહેશે.
નિતીન કામથે જણાવ્યું કેમ મહત્વનો છે આ ફેરફાર
ઝેરોધાના (Zerodha) કો-ફાઉન્ડર નિતીન કામથના (Nitin Kamath) જણાવ્યા અનુસાર, આ નવી સિસ્ટમ ખાસ કરીને ઇન્ડેક્સ ફંડ્સ (Index Funds) અને મોટા સંસ્થાકીય રોકાણકારો માટે (Institutional Investors) ખૂબ ફાયદાકારક સાબિત થશે. બજાર બંધ થતાં પહેલાં થતાં મોટા સોદાઓના કારણે ક્લોઝિંગ પ્રાઇસમાં થતી ગરબડ અટકશે અને ટ્રેકિંગ એરર (Tracking Error) ઘટી જશે, જેથી ભાવમાં હેરાફેરીની (Price Manipulation) શક્યતાઓ નગણ્ય થઈ જશે.

