મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઓગસ્ટથી ચા, કાર સહિત અનેક વસ્તુઓના ભાવમાં વધારાની તૈયારી

ઓગસ્ટથી તહેવારોની મોસમ શરૂ થતાં જ ફુગાવો વધવાની પૂરી શક્યતા છે. રક્ષાબંધન, દ

તસવીર: gstv

ઓગસ્ટથી તહેવારોની મોસમ શરૂ થતાં જ ફુગાવો વધવાની પૂરી શક્યતા છે. રક્ષાબંધન, દશેરા અને દિવાળી પહેલા ચા, હેર ઓઈલ, કાર, રેફ્રિજરેટર, ટીવી, કપડાં અને સ્ટીલના વાસણો સહિતની વસ્તુઓના ભાવમાં ૬ થી ૮ ટકાનો વધારો થવાની ધારણા છે. ૨૦૨૬માં સતત ત્રીજી વખત ગ્રાહક સાથે સંકળાયેલી કંપનીઓ ભાવ વધારી રહી છે.જૂન ૨૦૨૬માં રિટેલ ફુગાવો વધીને ૪.૩૮ ટકા અને ખાદ્ય ફુગાવો ૫.૩૨ ટકા પર પહોંચ્યો હતો. ખાડી યુદ્ધના કારણે કાચા માલના ખર્ચમાં વધારો, શિપિંગ ખર્ચ અને પરિવહન ખર્ચમાં થયેલા વધારાને કારણે કંપનીઓ પર આર્થિક બોજ વધ્યો છે. રૂપિયા પરના દબાણને લીધે ઉત્પાદન ખર્ચ વધતા, કંપનીઓ નફો જાળવવા માટે આ વધારાનો બોજ આખરે ગ્રાહકો પર નાખવાની ફરજ પડી રહી છે, જેનાથી સામાન્ય જનતાનું બજેટ ગરમાશે.

આ સમાચાર શેર કરો