Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : attack on singer Vijay Suvada, police filed complaint

ગાયક વિજય સુવાળા પર જીવલેણ હુમલાનો પ્રયાસ, પોલીસે નોંધી ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 10 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ગાયક વિજય સુવાળા પર જીવલેણ હુમલાનો પ્રયાસ, પોલીસે  નોંધી ફરિયાદ

લોકગાયક અને ભાજપ કાર્યકર વિજય સુવાળા પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. પ્રોગ્રામ મુદ્દે અમદાવાદના ત્રણ સહિત 7 જેટલા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

App Store

ફિલ્મી સ્ટાઇલમાં વિજય સુવાળાની કારને આંતરીને હુમલો

ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળાની કારને ફિલ્મી ઢબે ઈનોવા કારથી આંતરીને 7 જેટલા લોકોના ટોળાએ જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, હુમલાખોરો તલવાર અને લાકડી સહિતના હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. જો કે, વિજય સુવાળાના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી કાર ત્યાંથી ભગાવી દીધી જેને લઈને બંનેનો બચાવ થયો હતો. બાદમાં વિજય સુવાળાએ 100 નંબર ડાયલ કરી પોલીસની મદદ માગી હતી.

અડાલજ પોલીસ સ્ટેશનમાં 7 લોકો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

ળતી માહિતી અનુસાર, વિજય સુવાળાએ અમદાવાદના ત્રણ સહિત કુલ સાત લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં વિજય સુવાળાએ નવઘણ ગાટીયા, ફુલા રબારી, અનિલ રબારી સહિત સાત લોકો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.