Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : 8000 small industries closed in 5 years

'વાયબ્રન્ટ ગુજરાત'નો ફૂગ્ગો ફૂટ્યો!, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો થયા બંધ

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
'વાયબ્રન્ટ ગુજરાત'નો ફૂગ્ગો ફૂટ્યો!, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો થયા બંધ
સોર્સ : GSTV

 કરોડોના ખર્ચે 'વાયબ્રન્ટ ગુજરાત' યોજી એવું આભાસી ચિત્ર ઊભું કરવામાં આવે છે કે, ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. શિક્ષિત યુવાઓ માટે રોજગારીની તકો વધી રહી છે. પણ સ્થિતિ કંઈક ઉલટી છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટને પગલે વાયબ્રન્ટ ગુજરાતનો ફૂગ્ગો ફૂટ્યો છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી 8 હજારથી વધુ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ) બંધ થયાનું સામે આવ્યું છે.

App Store

લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં નીરસ વલણ

મોખરાના ઔદ્યોગિક રાજ્ય ગણાતા અને અનેક નીતિઓ જાહેર થતા ગુજરાતમાં અર્થતંત્ર અને રોજગારી માટે આધારરૂપ ગણાતા એમએસએમઈના શટર પડવાની બાબત ગંભીર થઈ રહી છે. ગુજરાતમાં માઇક્રો-લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ગણાય તેવા એમએસએમઈ સતત બંધ થઈ રહ્યા છે.

ભારત સરકાર વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટને પ્રોત્સાહન આપે છે ત્યારે અનેક જિલ્લાની ઓળખ સમાન લઘુ ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે. દેશભરમાં આવા ઉદ્યોગ બંધ થવામાં ગુજરાત મોખરાના રાજ્યમાં છે તે વધુ ચિંતાનો વિષય બની રહ્યો છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો ટકી રહે તેના કારણે સ્થાનિક સ્તરે રોજગારી મળે અને પલાયન અટકતું હોય છે. લઘુ ઉદ્યોગોને બંધ થતા અટકાવવા માટે શું કામગીરી કરી રહ્યો છે તે સવાલ ઔદ્યોગિક વર્તુળોમાં ઊભો થયો છે.

વર્ષ 2025-26માં સૌથી વધુ એમએસએમઇ બંધ થયા હોય તેવા જિલ્લાઓમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં વર્ષ 2025-26માં 1242 સહિત પાંચ વર્ષમાં કુલ 3106 એમએસએમઇ એકમો બંધ થયા છે. સૌથી વધુ એમએસએમઇ બંધ થતા હોય તેવા જિલ્લામાં સુરત બીજા, રાજકોટ ત્રીજા, વડોદરા ચોથા અને વલસાડ પાંચમાં સ્થાને છે.

ટોપિક્સ:gstv newsgstv