Gandhinagar News: બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર
ગુજરાત પોલીસ ભરતીના જાહેરાત ક્રમાંક GPRB/202324/1ની લેવાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટ

ગુજરાત પોલીસ ભરતીના જાહેરાત ક્રમાંક GPRB/202324/1ની લેવાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર(PSI)ની પરીક્ષાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત 13 એપ્રિલ, 2025ના રોજ બિન હથિયારી PSIની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. આજે (23 ડિસેમ્બર) પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષામાં પાસ-નાપાસ ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યુ છે.




