ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનું રાજીનામું લઈ લેવાયું, ડીન પણ સસ્પેન્ડ, જાણો શું છે મામલો
Gandhinagar Civil Hospital DJ Party : મેડિકલ કૉલેજ કે હૉસ્પિટલમાં ધ્વની પ્રદ

Gandhinagar Civil Hospital DJ Party : મેડિકલ કૉલેજ કે હૉસ્પિટલમાં ધ્વની પ્રદૂષણ કરી શકાતું નથી કારણ કે તે સાયલન્ટ ઝોન હોય છે. સિવિલ હૉસ્પિટલમાં સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકાયેલો છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગુજરાત મેડિકલ ઍન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી સંચાલિત (GERMS) સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમ નજીક મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા કલ્ચરલ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં મેડિકલના વિદ્યાર્થીઓએ ડીજે પાર્ટી કરી હતી.
હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનું રાજીનામું લઈ લેવાયું, ડીનને સસ્પેન્ડ કરી દેવાયા
સિવિલમાં ડીજે પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ મોટી કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ નિયતી લાખાણી પાસેથી રાજીનામું લઈ લેવાયું છે. જ્યારે હૉસ્પિટલના ડીન શોભના ગુપ્તાને સસ્પેન્ડ કરી દેવાયા હોવાની માહિતી મળી રહી છે. જણાવી દઈએ કે, મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા જ હૉસ્પિટલના દર્દીઓને સારવાર અપાતી હોય છે. પરંતુ આ જ વિદ્યાર્થીઓ મનમાની માટે ડીજે પાર્ટી કરતાં હોવાનું સામે આવ્યું છે.
જુઓ ડીજે પાર્ટીનો આ વીડિયો -






