વડોદરાના રેલવે સ્ટેશન પર શરૂ કરાયું ગેમ ઝોન, મુસાફરોના મનોરંજન માટેનો નવતર પ્રયોગ
વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન પર રેલવે ડીપાર્ટમેન્ટ દ્વારા ગેમ ઝોન બનાવવામા

વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન પર રેલવે ડીપાર્ટમેન્ટ દ્વારા ગેમ ઝોન બનાવવામાં આવ્યો. વડોદરા રેલવે સ્ટેશન દ્વારા એક નવો અનોખો પ્રયોગ ચાલુ કરવામાં આવ્યો છે. ગુજરાત કોઈ પણ રેલવે સ્ટેશન પર ગેમ ઝોન ચાલુ કરવા મા આવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે.
વડોદરા શહેર ગુજરાતનું એક મહત્વનું અને સાંસ્કૃતિક રૂપે સમૃદ્ધ શહેર છે. અહીં દરરોજ હજારો મુસાફરો રેલ્વે સ્ટેશન પર આવતા-જતા રહે છે. મુસાફરો અને ખાસ બાળકો માટે રાહ જોવાના સમયને મનોરંજક બનાવવાના હેતુસર, વડોદરા રેલ્વે સ્ટેશન પર “ગેમ ઝોન”શરૂ કરવામાં આવ્યું છે.
આ ગેમ ઝોન મુસાફરો માટે મનોરંજક અનુભવ કરાવશે, રેલ્વે સ્ટેશન સામાન્ય રીતે મુસાફરી માટેનું માત્ર એક સ્થળ ગણાય છે. પણ હવે વડોદરા રેલ્વે સ્ટેશને એક નવી પહેલ કરી છે. મુસાફરો કે જેઓ તેમની ટ્રેનની રાહ જુએ છે, તેઓ માટે ગેમ ઝોન એક મનોરંજક પ્રવૃત્તિ સાબિત થશે. અહીં રોજ હજારોની સંખ્યામાં મુસાફરોની આવન જાવન હોય છે ત્યારે તેમના માટે આ મનોરંજક ગેમ ઝોન નવલું નજરાણું સાબિત થાય તો નવાઈ નહિ.





