મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડમાં ચાલીમાં રૂમ ભાડે રાખીને ચલાવાતું જુગારધામ, તીન પતી રમતા 5 શકુનીઓ ઝડપાયા

વલસાડ સીટી પોલીસની ટીમ ગેરકાયદેસર પ્રવૃતિઓ અંકુશમાં લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વલસાડ શહેરના મ

વલસાડમાં ચાલીમાં રૂમ ભાડે રાખીને ચલાવાતું જુગારધામ, તીન પતી રમતા 5 શકુનીઓ ઝડપાયા

વલસાડ સીટી પોલીસની ટીમ ગેરકાયદેસર પ્રવૃતિઓ અંકુશમાં લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વલસાડ શહેરના મોગરાવાડી સૂકી તલાવડી ખાતે આવેલી ચાલીમાં રૂમ ભાડે રાખીને તીન પત્તિનો જુગાર રમતા 5 જુગારીઓને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. રોકડ રકમ, 4 મોબાઈલ અને 2 વાહનો મળી 95 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દરોડામાં જુગારધામ ઝડપાયુ

યુસુફભાઈની ચાલીના રૂમ ન. 772માં રૂમ ભાડે રાખીને બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે તીન પત્તિનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. વલસાડ સીટી પોલીસની ટીમે તાત્કાલિક મોગરાવાડી વિસ્તારમાં આવેલી સૂકી તલાવડી વિસ્તારમાં આવેલી યુસુફભાઈની ચાલીમાં રેડ કરી ચેક કરતા રૂમ ન 772માં કેટલાક ઈસમો તીન પત્તિનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે 5 જુગારીઓ પાસેથી રોકડા 15,620, મોબાઈલ 4 અને વાહનો મળી કુલ 95 હજારના મુદ્દામાલ સાથે ઝડપી વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી.

ઝડપાયેલા જુગારીઓના નામ

(1) રાજુભાઇ શ્રીરામ યાદવ,
(2) હસમતઅલી અસગરઅલી ખાન,
(3) અકરમ મહમદઅલી અંસારી,
(4) સુરજકુમાર બનવારી કુમાવત ​​​​​​​
(5) રાજુભાઇ યુનુશભાઇ શેખ

આ સમાચાર શેર કરો