VIDEO: ગુજરાતના આ શહેરમાં જુગારીઓએ બસમાં બનાવી નાખી ક્લબ! સીટો કાઢી ગાદલાં પાથર્યાંને પછી... આ રીતે પકડાયા
શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જુગારીઓ જુગાર રમવામાં વ્યસ્ત બની જતાં હોય છે. ત્યારે

શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જુગારીઓ જુગાર રમવામાં વ્યસ્ત બની જતાં હોય છે. ત્યારે જુગારીઓને ઝડપી લેવા માટે પોલીસે પણ કમર કસી છે. ત્યારે રાજકોટ-પોરબંદર હાઇવે ભોદ ગામના પાટીયા પાસેથી લકઝરી બસમાં ચાલતા જુગારનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
બસમાં પ્રવાસના નામે જુગાર રમાતો હતો
ચોક્કસ બાતમીના આધારે પોલીસે ધોરાજીથી પોરબંદર તરફ આવતી બસ રાજકોટ-પોરબંદર હાઇવે ભોદ ગામના પાટીયા પાસે GJ-15-Z-8236ની નંબરની બસને રોકી હતી. બસને ઊભી રાખ્યા બાદ પોલીસની ટીમ જેવી બસમાં ચડે છે કે તે ચોંકી જાય છે. કારણ કે આ બસ કોઇ સામાન્ય બસ નહોતી. કેમ કે, બસમાં પ્રવાસના નામે જુગાર રમાતો હતો.
પોલીસે 11 આરોપીઓની કરી ધરપકડ
બસની પાછળના ભાગની સીટને કામચલાઉ ધોરણે કાઢી નાખવામાં આવી હતી અને તેની જગ્યાએ ગાદલાં પાથરીને જુગારીઓ જુગાર રમતા હતા. એટલું જ નહીં જુગારીઓને બસમાં જ ચા, પાણી, નાસ્તાની સગવડ અપાતી હતી.
મળતી માહિતી પ્રમાણે આ આરોપીઓએ દ્વારકાથી સોમનાથની દરિયાઇ પટ્ટીના 3 દિવસનો પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ બસમાં પ્રવાસના નામે આ લોકો જુગાર રમતા હતા. બસની પાછળના ભાગની સીટ કાઢીને ત્યાં ગાદલા પાથરી દેવામાં આવ્યા હતા. જુગારીઓ તેના પર બેસીને આરામથી જુગાર રમતા હતા. પોલીસે હાલ રૂ. 2,14,400 રોકડ મળી કુલ રૂ. 11,14,4૦૦નો મુદ્દામાલ સાથે 11 આરોપીઓની ધરપકડ કરી છે.








