મોરબી : ફ્રૂટ વેચનારાએ સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું
Morbi News : અમરેલીમાં 21 વર્ષીય યુવતી પર ગેંગરેપની ઘટનાને હજી 2 દિવસ જ થયા છે, એવામાં મોરબીમાં સગીરા પર દુષ્ક

Morbi News : અમરેલીમાં 21 વર્ષીય યુવતી પર ગેંગરેપની ઘટનાને હજી 2 દિવસ જ થયા છે, એવામાં મોરબીમાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મોરબીમાં ફ્રૂટ વેચનારા શખ્સે સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના ઘટી છે.
સગીરાને ફોસલાવી અપહરણ કર્યું અને દુષ્કર્મ આચર્યું
મોરબીમાં ફ્રૂટ વેચનારા આમીન રહેમાન મેર નામના શખ્સે આ સગીરાની લલચાવીને અને ફોસલાવીને તેનું અપહરણ કરાયું હતું અને બાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું છે. પીડિત સગીરાના પિતાએ આરોપી આમીન રહેમાન મેર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે આરોપી આમીન રહેમાન મેર સામે પોક્સો સહિતનો કલમો હેઠળ ગુનો નોંધીને તેને ઝડપીન પાડવાની કામગીરી હાથ ધરી છે.
અમરેલીના વડીયામાં 4 નરાધમોએ 21 વર્ષીય યુવતી પર કર્યો ગેંગરેપ
અમરેલી જિલ્લામાં વડીયા વિસ્તારમાં 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી 4 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે તમામ 4 સામે ગુનો નોંધીને 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓએ આ યુવતીને બળજબરીપૂર્વક સુવડાવી બચકા ભરી, માથાના વાળ પકડી, બળજબરીપૂર્વક શરીર સબંધ બાંધી શરીર પર અડપલા કરી તમામ આરોપીઓએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. જો આ યુવતી આરોપીઓને તાબે નહીં થાય તો મારી નાખવાની પણ ધમકી આપી હતી.
સામુહિક દુષ્કર્મની આ ઘટનામાં તમામ 4 આરોપીઓ સામે વડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી.






