મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોકસભા ચૂંટણી 2024: આજથી ભાજપ-આપ-કોંગ્રેસના ઉમેદવારો તબક્કાવાર ફોર્મ ભરશે, રોડ શો યોજી કરશે શક્તિપ્રદર્શન

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્

લોકસભા ચૂંટણી 2024: આજથી ભાજપ-આપ-કોંગ્રેસના ઉમેદવારો તબક્કાવાર ફોર્મ ભરશે, રોડ શો યોજી કરશે શક્તિપ્રદર્શન

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો આજથી ઉમેદવારી ફોર્મ ભરશે. પાર્ટી હાઈકમાન્ડની સૂચન મુજબ ઉમેદવારો તબક્કાવાર ફોર્મ ભરશે. રોડશો, રેલી યોજીને ઉમેદવારો શક્તિપ્રદર્શન પણ યોજશે.

15 એપ્રિલ ભાજપના આ નેતાઓ ફોર્મ ભરશે

લોકસભાઃ

  • અમદાવાદ: પૂર્વના હસમુખ પટેલ,
  • સુરેન્દ્રનગર: ચંદુ શિહોરા,
  • પોરબંદર: મનસુખ માંડવિયા,
  • પંચમહાલ : રાજપાલસિંહ જાદવ,
  • વલસાડ :ધવલ પટેલ,
  • ભરૂચ: મનસુખ વસાવા.

15 એપ્રિલ- કોંગ્રેસના આ નેતાઓ ભરશે ફોર્મ

લોકસભા:

  • બનાસકાંઠા:  ગેનીબેન ઠાકોર,
  • જામનગર: જે પી મારવીયા,
  • બારડોલી: સિદ્ધાર્થ ચૌધરી,
  • સુરેન્દ્રનગર:  ઋત્વિક મકવાણા.

15 એપ્રિલ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપના ઉમેદવાર ભરશે ફોર્મ

  • પોરબંદર: અર્જુન મોઢવાડિયા,
  • વાઘોડિયા: ધર્મેન્દ્રસિંહ વાઘેલા.

16 એપ્રિલે ભાજપના આ નેતાઓ ફોર્મ ભરશે

લોકસભાઃ

  • કચ્છ: વિનોદ ચાવડા,
  • બનાસકાંઠા: ડો. રેખા ચૌધરી,
  • પાટણ: ભરતસિંહ ડાભી,
  • મહેસાણા : હરિભાઇ પટેલ,
  • સાબરકાંઠા: શોભના બારૈયા,
  • અમદાવાદ પશ્ચિમ: દિનેશ મકવાણા,
  • રાજકોટ : પરશોત્તમ રૂપાલા,
  • જૂનાગઢ : રાજેશ ચૂડાસમા,
  • ભાવનગર: નીમુબેન બંભાણીયા,
  • આણંદ: મિતેશ પટેલ,
  • ખેડા : દેઉસિંહ ચૌહાણા,
  • દાહોદ: જશવંતસિંહ ભાભોર,
  • વડોદરા: હેમાંગ જોશી,
  • છોટાઉદેપુર: જશુ રાઠવા,
  • બારડોલી: પ્રભુ વસાવા,
  • સુરત : મુકેશ દલાલ.

16મીએ કોંગ્રેસના આ નેતા ભરશે ફોર્મ

  • કચ્છ- નિતેશ લાલન,
  • ગાંધીનગર- સોનલબેન પટેલ,
  • સાબરકાંઠા- તુષાર ચૌધરી,
  • અમરેલી- જેનીબેન ઠુમ્મર,
  • વલસાડ- અનંત પટેલ,
  • પોરબંદર- લલિત વસોયા,
  • છોટાઉદેપુર- સુખરામ રાઠવા.

વિધાનસભા ભાજપના નેતા ભરશે ફોર્મ


વિજાપુર સી.જે. ચાવડા

18મી એપ્રિલ ભાજપના નેતા ફોર્મ ભરશે

લોકસભાઃ

  • નવસારી: સી.આર. પાટીલ
  • અમરેલી: ભરત સુતરીયા

વિધાનસભા :

  • ખંભાત: ચિરાગ પટેલ,
  • માણાવદર: અરવિંદ લાડાણી.

19 તારીખે ગાંધીનગરમાં કેન્દ્રીયગૃહમંત્રી અમિતશાહ ફોર્મ ભરશે.રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલશર્મા પણ ગુજરાતની મુલાકાતે છે.

19 એપ્રિલે ભાજપના આ નેતા ભરશે ફોર્મ

  • ગાંધીનગર: અમિત શાહ,
  • જામનગર: પૂનમ માડમ.

ફોર્મ ભરાવાની શરૂઆત થતાં જ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામશે. ફોર્મ ભરાયાં બાદ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓ સભા ગજવશે. 19 તારીખે ગાંધીનગરમાં કેન્દ્રીયગૃહમંત્રી અમિતશાહ ફોર્મ ભરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલશર્મ પણ ગુજરાતની મુલાકાતે છે. એપ્રિલના અંતમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીની ગુજરાતમાં સભાઓ છે. આ જોતાં ફોર્મ ભરાયા બાદ ચૂંટણી પ્રચાર વધુ વેગીલો બનશે.

આ સમાચાર શેર કરો