Ahmedabad news: મુસાફરો આનંદો; દિવાળીના આ ત્રણ દિવસ AMTS બસમાં કરી શકાશે ફ્રી મુસાફરી
દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે AMC તંત્રે પ્રકાશના પર્વને ધ્યાને લઇ મુસ

દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે AMC તંત્રે પ્રકાશના પર્વને ધ્યાને લઇ મુસાફરોની સગવડ માટે એક નિર્ણય લીધો છે, જેમાં દિવાળીના ત્રણ દિવસ એટલે કે ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના દિવસે મુસાફરો AMTS બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.
AMC નો મુસાફરો માટે એક આવકારદાયક નિર્ણય
હાલ દિવાળીના તહેવારને લઇ ખરીદી કરવા લોકોએ બજાર તરફ દોટ મૂકી છે, રસ્તાઓ પર દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ મનપાએ મુસાફરો માટે એક આવકારદાયક નિર્ણય લીધો છે. દિવાળીના ત્રણ દિવસ તારીખ 18 19 20 એટલે કે ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના દિવસે મુસાફરો AMTS બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. આ સુવિધાનો લાભ તમામ નાગરિકો લઇ શકશે.




