મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં ઠગોએ સાયબર અધિકારીની ઓળખ આપી શિક્ષિત મહિલા પાસેથી 61 લાખ પડાવ્યા

દેશભરમાંથી રોજબરોજ આપણે સાયબર ફ્રોડની ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ એવામાં ફરીથી વડ

વડોદરામાં ઠગોએ સાયબર અધિકારીની ઓળખ આપી શિક્ષિત મહિલા પાસેથી 61 લાખ પડાવ્યા

દેશભરમાંથી રોજબરોજ આપણે સાયબર ફ્રોડની ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ એવામાં ફરીથી વડોદરામાંથી સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે જેમાં વડોદરા શહેરના ગોત્રી રોડની શિક્ષિત મહિલા સાયબર ફ્રોડનો શિકાર બની હતી.

શિક્ષિત મહિલાને તમારા ખાતામાં 25 લાખ રૂપિયાનો ફ્રોડ થયો છે તેમ કહીને ઠગોએ મહિલાને શિકાર બનાવી હતી. તમારું બધું બેંક બેલેન્સ સરકારના સુપર વિઝનમાં રહેશે તેમ કહીને ઠગોએ મહિલાને વિશ્વાસમાં લીધી હતી. ઠગોએ મહિલાને વિશ્વાસમાં લેવા માટે દરેક પેમેન્ટની રસીદ મોકલી હતી અને તબક્કાવાર 61 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી.

ભેજાબાજોએ મહિલાને સાયબર સેલના અઘિકારી તરીકે ઓળખ આપી અને પોલીસનું આઇ કાર્ડ પણ મોકલ્યું હતું. શિક્ષિત મહિલા સાયબર ફ્રોડનો શિકાર બનતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આખરે મહિલાએ વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આ મામલે અંધેરીની ગેંગ હોવાની શક્યતા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો