મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દ્વારકા: નકલી પાસપોર્ટ બનાવતા ઠગબાજો ઝડપાયા, ખોટી રીતે જન્મ દાખલા મેળવી કૌભાંડ આચરતા

ગુજરાતમાં નકલીની બોલબાલા વધી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના દ્વારકા જિલ્લામાંથી બનાવટી પાસપોર્ટ બનાવવાનું કૌભ

દ્વારકા: નકલી પાસપોર્ટ બનાવતા ઠગબાજો ઝડપાયા, ખોટી રીતે જન્મ દાખલા મેળવી કૌભાંડ આચરતા

ગુજરાતમાં નકલીની બોલબાલા વધી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના  દ્વારકા જિલ્લામાંથી બનાવટી પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ SOGની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.  દ્વારકા જિલ્લાના તલાટી પાસેથી ખોટી રીતે જન્મ દાખલાઓ મેળવી 9 લોકો આ કૌભાંડ આચરતા હતા.

જન્મની તારીખ અને અટક બંને બદલાવી નાખતા

સ્થાનિક તલાટીનો સંપર્ક સાધીને વ્યક્તિઓના જન્મની તારીખ અને અટક બંને બદલાવી નાખતા હતા. મુખ્ય સુત્રધારે રાજ્યના  સુરત,વલસાડ, દમણ વગેરે સ્થળોએ એજન્ટો રાખ્યા હતા. પોલીસ પણ પાસપોર્ટ કૌભાંડની આ નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી માંથુ ખંજવાળતી થઈ ગઈ હતી.

આ પણ વાંચો: શું મોરબીની આયુષ હોસ્પિટલમાં પણ PMJAY હેઠળ થયું કૌભાંડ?, ઓપરેશન બાદ દર્દીના પગમાં પાકી રસી

9 શખ્સોએ આચર્યું હતું કૌભાંડ

સરકારી રેકોર્ડમાં છેડછાડ કરી પોર્ટુગીઝ વિઝા મેળવવા માટે પોરબંદર, વલસાડ, દમણ, દ્વારકા સહિતના નવ જેટલા આરોપીઓ કૌભાંડ આચરતા હતા. દ્વારકા જિલ્લા SOGને બાતમી મળી હતી.

SOGએ ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવવાનારનો પર્દાફાશ કર્યો 

આ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. તો બીજી તરફ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવવાનારનો પર્દાફાશ કર્યો હતો. આરોપીઓ પાસેથી SOGએ સંપૂર્મ સામગ્રી પણ જપ્ત કરી હતી. પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપીઓએ નકલી પાસપોર્ટ બનાવીને કોઈને આપ્યા છે કે નહીં તે નકલી પાસપોર્ટ પર કોઈ વિદેશમાં તો સ્થાયી કે વિદેશગમન તો નથી કર્યું. 

આ સમાચાર શેર કરો