મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતી ફિલ્મના કલાકારની ઓળખ આપી 4.89 કરોડની ડોક્ટર સાથે છેતરપિંડી, પકડાવ્યા હતા જમીનના બોગસ ડોક્યુમેન્ટ

સુરતમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતી ફિલ્મના કલાકારની ઓળખ

ગુજરાતી ફિલ્મના કલાકારની ઓળખ આપી 4.89 કરોડની ડોક્ટર સાથે છેતરપિંડી, પકડાવ્યા હતા જમીનના બોગસ ડોક્યુમેન્ટ

સુરતમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતી ફિલ્મના કલાકારની ઓળખ આપી જમીનમાં નકલી ડોક્યુમેન્ટ બનાવી 4 કરોડ 89 લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર પરાગ પરીખ સાથે છેતરપિંડી કરનાર ભેજાબાજની ધરપકડ કરવામાં આવી છે. 

ડોક્ટરને વિશ્વાસમાં લીધા હતા

ફરિયાદ મુજબ આરોપી વિપુલ ઉર્ફે બંટી ફરિયાદીની હોસ્પિટલ પર અવારનવાર જતો હતો અને પોતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે અને કલાકાર છે, તેવી માહિતી આપી હતી. ફરિયાદીને જણાવ્યું હતું કે, તે ગુજરાતી મૂવીનું કામકાજ કરે છે. એટલું જ નહીં ખટોદરા શોમાં કાનજીની વાડીમાં 'લીવીંગ વેલ હેલ્થ ક્લબ'ના નામથી જીમ પણ ચલાવે છે. જેના કારણે ફરિયાદીને આરોપી પર વિશ્વાસ આવી ગયો હતો.

ફિલ્મમાં કામ કરતો હોવાનું જણાવેલું

ડોક્ટર દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના અનુસંધાને તપાસ બાદ ઇકોનોમિક સેલે વિપુલ ઉર્ફે બંટી નાથુભાઈ ટેણીની ધરપકડ કરી છે. જે પોતાને ગુજરાતી ફિલ્મ કામ કરતો હોવાનું જણાવ્યું હતું. આ સાથે આ ટોળકી એ અન્ય કયા લોકો સાથે છેતરપિંડી કરી છે તે અંગેની તપાસ હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો