અંકલેશ્વરની પાનોલી GIDCમાં છેતરપિંડી, મેનેજરે 285 મેટ્રિક ટન કેમિકલ કર્યુ સગેવગે
છેતરપિંડીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અંકલેશ્વરની પાનોલી GIDCમાં મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આદિત્ય બિ

છેતરપિંડીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અંકલેશ્વરની પાનોલી GIDCમાં મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આદિત્ય બિરલા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના લોજિસ્ટિક આસિસ્ટન્ટ મેનેજરે કંપની સાથે 4 કરોડની છેતરપિંડી આચરી છે.
કેમિકલ અન્યત્ર વેચી દીધું
સાવરિયા શક્તિ લોજિસ્ટિક સોલ્યુશન્સના વેરહાઉસમાં કાર્યરત નિગમકુમાર જગદીશ દવેએ આ કૌભાંડ આચર્યું છે. તેમણે 1 મે 2024થી 30 જાન્યુઆરી 2025 દરમિયાન 17 ગાડીઓના ખોટા બિલો બનાવ્યા હતા. આ રીતે તેમણે 284.98 મેટ્રિક ટન કેમિકલ કંપનીમાં મોકલવાને બદલે અન્યત્ર વેચી દીધું હતું.
મેનેજર સામે ગુનો નોંધાયો
વાગરાના વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના પાનોલી સ્થિત વેરહાઉસમાં ઇમ્પોર્ટ ઇપોક્ષી અને અન્ય કેમિકલ્સનો સ્ટોક રાખવામાં આવે છે. આ છેતરપિંડી અંગે કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર નીરવ વોરાએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.







