ખંભાળિયામાં 70 ફુટ ઊંડા કૂવામાં ખાબક્યું શિયાળ, મહામુસીબતે કરાયુ રેસ્ક્યુ
અવારનવાર કોઈ જંગલી જાનવર ગામના રહેણાંક વિસ્તારમાં આવી સ્થાનિક લોકોને પરેશાન કરવાની ઘટનાના સમાચાર આપણે સાંભળત

અવારનવાર કોઈ જંગલી જાનવર ગામના રહેણાંક વિસ્તારમાં આવી સ્થાનિક લોકોને પરેશાન કરવાની ઘટનાના સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ. પરંતુ દેવભૂમિ દ્વારકાના એક ગામના કૂવામાંથી અચાનક ક્યાંકથી આવી ચડેલા શિયાળ ખાબકવાની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના માંઝા ગામે 2 દિવસ પહેલા કૂવામાં શિયાળ ખાબકી ગયું હતું. ગામ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો સફળ ન જતાં એનિમલ રેસ્ક્યુ ટીમને બોલાવવમાં આવ્યા હતા.
આ પણ વાંચો : અમરેલીમાં વાડીએ કામ કરતા ખેડૂત પર સિંહનો હુમલો, પીડિત સારવાર અર્થે હોસ્પિટલમાં
છેલ્લા 2 દિવસથી માંઝા ગામના 70 ફૂટ ઊંડા કૂવામાં શિયાળ પડ્યું હતું. પોતાના બચાવ માટે ડરી ગયેલું શિયાળ કૂવાના એક ગોખલામાં સંતાઈ ગયું હતું. આખરે એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા શિયાળને કૂવામાંથી બહાર કાઢવા માટે દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં ભારે જહેમત ઉઠાવ્યા બાદ મહામુસીબતે શિયાળને કૂવામાંથી બહાર કઢાયું હતું.




