મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠા : બાળકી વેચી દેવાના મામલે ચાર આરોપીઓની ધરપકડ, બાળકીનો પિતા પણ ષડયંત્રમાં સામેલ

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લામાં બાળકી વેચી દેવાના મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપ

સાબરકાંઠા : બાળકી વેચી દેવાના મામલે ચાર આરોપીઓની ધરપકડ, બાળકીનો પિતા પણ ષડયંત્રમાં સામેલ

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લામાં બાળકી વેચી દેવાના મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, તો સામે ખુદ બાળકીનો પિતા આ ષડયંત્રમાં સામેલ  હોવાથી તેને પણ પોલીસે આરોપી બનાવીને કાર્યવાહી હાથ ધરી છે.

શાળાના શિક્ષકની સતર્કતાથી ષડયંત્ર ખુલ્લું પડ્યું 

હિંમતનગરમાં સાબરડેરી પાસે રહેતા નટ પરિવારની 7 વર્ષીય બાળકીની તસ્કરીના મામલાનો આખો ભેદ હવે ઉકેલાઈ ગયો છે. શાળાના શિક્ષકની સતર્કતાથી આખો મામલો સામે આવ્યો છે. જેમાં વ્યાજ ચુકવવા માટે બાળકીના પિતા હાલુભાઈ નટે બાળકીને 4 લાખમાં દત્તક આપવાના નામે વેચી દીધી હોવાની વિગતો બહાર આવી છે. 

ચાર લાખ રૂપિયા લઈને બાળકીને રાજસ્થાનમાં વેંચી 

બાળકીના પિતા હાલુભાઈ નટ સહિતના લોકોએ બાળકીને 4 લાખ રૂપિયામાં રાજસ્થાનના ઝાલોર તાલુકામાં દત્તક આપવાના નામે વેચી દીધી હતી. બાળકી શાળામાં ન જતા શિક્ષકોએ પૂછપરછ હાથ ધરી હતી અને આ મામલો સામે આવ્યો હતો.

બાળકી મોટી થાય ત્યારે દત્તક લેનારના પુત્ર સાથે પરણાવવાનો કરાર 

બાળકીને જ્યાં દત્તક આપવામાં આવી હતી ત્યાંથી પણ એક લેખિત કરાર પોલીસને હાથ લાગ્યો છે અને એ કરાર મુજબ બાળકી પુખ્ત વયની થાય તો એને દત્તક લેનારના દીકરા સાથે પરણાવવાની એવો ઉલ્લેખ કરાયો છે. 

6 સામે ગુનો નોંધાયો, 4 આરોપીઓની ધરપકડ 

આ આખા મામલામાં પોલીસે 6 લોકો સામે ગુનો  નોધી 4 લોકોની ધરપકડ  કરી છે. હાલમાં બાળકીના મેડીકલ રીપોર્ટ કરીને તેને તેના વાલીવારસોને સોપવી કે પછી બાળ સુરક્ષા ગૃહમાં મોકલવી તે પછીથી નક્કી કરાશે, દત્તક લેવાયેલા ઘરે પણ બાળકીને ઘરકામ કરાવાતું હોવાનું બહાર આવ્યું છે.

આ સમાચાર શેર કરો