VIDEO: વટવામાં પ્રૌઢની હત્યા કેસમાં ચાર આરોપીઓ હરિયાણાથી દબોચાયા, LCB અને સર્વેલન્સ સ્ક્વોડની સંયુક્ત કાર્યવાહી
અમદાવાદના વટવા સતેજ હોમ્સમાં રસોઈની સામાન્ય તકરારમાં એક પ્રૌઢની હત્યાના મામલામાં પોલીસે ફિલ્મી ઢબે સ

અમદાવાદના વટવા સતેજ હોમ્સમાં રસોઈની સામાન્ય તકરારમાં એક પ્રૌઢની હત્યાના મામલામાં પોલીસે ફિલ્મી ઢબે સફળતા મેળવી છે. 27 મેના રોજ 45 વર્ષીય ઈમરાનની હત્યા કરીને ફરાર થયેલા ચાર આરોપીઓને વટવા પોલીસ, ઝોન-૮ એલસીબી અને સર્વેલન્સ સ્ક્વોડની ટીમે હરિયાણાના પલવલમાંથી લક્ઝરી બસમાંથી દબોચી લીધા છે.
આરોપીઓએ સીમકાર્ડ તોડી નાખ્યા હતા અને ગુજરાત બહાર ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ડીસીપી મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ તકનીકી તપાસ અને સીસીટીવીની મદદથી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડવામાં આવ્યા છે.




