મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદમાં 1.19 કરોડનો દારૂ ઝડપાયો, ઓઢવ રિંગ રોડ વિસ્તારમાં મોટી કાર્યવાહી

અમદાવાદમાં પીસીબીની ટીમે ઓઢવ રિંગ રોડ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયા

અમદાવાદમાં પીસીબીની ટીમે ઓઢવ રિંગ રોડ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન 1 કરોડ 19 લાખ રૂપિયાની કિંમતની 22 હજાર 668 દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે. પોલીસ દ્વારા કુલ 1 કરોડ 34 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કાર્યવાહી દરમિયાન હનુમાન ચૌધરી નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પીસીબી દ્વારા આરોપીઓના નેટવર્ક અને દારૂના જથ્થાના સ્ત્રોત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો