મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખાડી કિનારાના એપાર્ટેન્ટના પાયા બન્યા નબળા, ભયજનક સ્થિતિ સર્જાતા કરાયું સીલ, લોકો રઝળ્યાં

સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ સમ્રાટ સોસાયટીમાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે. ખાડીના કિનારે આવેલ આ એપાર

સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ સમ્રાટ સોસાયટીમાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે. ખાડીના કિનારે આવેલ આ એપાર્ટમેન્ટના પાયા નબળા પડતા મકાન નમી જવાની સ્થિતિ સર્જાઈ છે. પાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતા બિલ્ડિંગ અને દુકાનો સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.સ્થાનિક રહીશો પુણા વિસ્તારની ખાડી પાસે હાલમાં ગટર લાઇનનું ખોદકામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, જેના કારણે મકાનની સેફ્ટી વોલ ધરાશાયી થઈ ગઈ. દીવાલ પડી ગયા બાદ આખું મકાન પણ નમી ગયું હોવાનું જણાઈ રહ્યું છે.એપાર્ટમેન્ટમાં અંદાજે 50 લોકો એપાર્ટમેન્ટમાં રહેતા હતા. GSTV દ્વારા જવાબ માંગતા પણ અધિકારીઓએ કોઈ જવાબ આપવાનો ઈનકાર કર્યો હતો. મકાન ખાલી કરાવ્યા બાદ રહીશો માટે કોઈ પણ તાત્કાલિક આવાસ કે સહાય ઉપલબ્ધ ન રાખતા રહીશો રસ્તા પર આવી ગયા છે. સ્થિતિથી નારાજ રહીશોએ તંત્ર સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક પુનર્વસન સહિતની માગણીઓ સાથે રજૂઆતો પણ શરૂ કરી છે. પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ સમાચાર શેર કરો