સુરેન્દ્રનગર: ગેસ ગળતરની ઘટનામાં પૂર્વ MLAએ સરકારની કરી ઝાટકણી, મૃતકના પરિવારને ન્યાય માટે માંગ
સુરેન્દ્રનગરમાં સફાઈ કામગીરી દરમિયાન ગેસ ગળતરની ઘટનામાં 2 યુવકોના મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં

સુરેન્દ્રનગરમાં સફાઈ કામગીરી દરમિયાન ગેસ ગળતરની ઘટનામાં 2 યુવકોના મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકામાં ભૂગર્ભ ગટરના પંપિંગ સ્ટેશનમાં સેફટીના સાધનો વગર સાફસફાઈ માટે ઉતારવામાં આવ્યા હતા. નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં કામ કરતા કામદારોને કોઈપણ પ્રકારની સેફ્ટીના સાધન ન આપવામાં આવતા આ પ્રકારની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગેસ ગળતરની આ ઘટનામાં જયેશ પાટડીયા અને ચિરાગ પાટડીયાનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો : રાજકોટમાં માતાએ દિકરાના આપઘાતનો બદલો લેવા પુત્રવધૂના ભાઈની કરી હત્યા, ત્રણની ધરપકડ
ગુજરાતમાં વધુ એક ગેસ ગળતરની ઘટનાએ બે યુવકોના જીવ લઈ લીધા છે. ઘટનાને લઇ લોકોના ટોળા એકઠા થયા હતા. બંને યુવકના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક બાજુ આવતીકાલે મુખ્યમંત્રી પાટડીની મુલાકાતે આવી રહ્યા છે તો બીજી તરફ આ પ્રકારની કરૂણ ઘટનાએ સ્વરુપ લીધું છે. ગેસગળતરના પગલે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર મામલે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દર અઠવાડિયે કે મહિને સફાઈ કર્મચારીઓના આવી રીતે મોત નિપજી રહ્યા છે છતાં સરકાર કોઈ પગલાં નથી ભરી રહી. તેમજ મૃત્યુ પામેલા બંને યુવકોના પરિવારજનોને 10 લાખની સહાયની માંગ સાથે પરિવારને ન્યાય મળે તે માટે પણ માંગ કરવામાં આવી હતી.






