મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર / મનસુખ સાગઠિયા સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં SITની રચના, મિલકતો જપ્ત કરાશે

રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે અવાક કરતા વધુ સંપત્તિ

મોટા સમાચાર / મનસુખ સાગઠિયા સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં SITની રચના, મિલકતો જપ્ત કરાશે

રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર  મનસુખ સાગઠિયા સામે અવાક કરતા વધુ સંપત્તિના કેસમાં આજે બીજા દિવસે પણ મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કેસમાં SITની રચના કરવામાં આવી છે. આ SIT મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિકલતોને કાયદા અનુસાર ટાંચમાં લેશે. અમદાવાદ ACBના નિયામક બિપિન આહીરેના અદ્યક્ષસ્થાને બનેલી આ SITમાં નીચે મુજબના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે : 

ચેરમેન

  • બિપિન અહિરે- અધિક નિયામક, એ.સી.બી. અમદાવાદ

સભ્યો 

  • એ.કે.પરમાર - મદદનીશ નિયામક,એ.સી.બી. ગાંધીનગર એકમ, ગાંધીનગર.
  • કે.એચ.ગોહિલ - ઇ.ચા. મદદનીશ નિયામક, રાજકોટ એ.સી.બી. એકમ, રાજકોટ.
  • એમ.એમ.લાલીવાલા - પોલીસ ઇન્સ્પેક્ટર,સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે.
  • જે.એમ.આલ - પોલીસ ઇન્સ્પેક્ટર, ફિલ્ડ એ.સી.બી., રાજકોટ એકમ, રાજકોટ.
  • વી.બી. ગુપ્તા - કાયદા સલાહકાર, એ.સી.બી., મુખ્ય મથક, અમદાવાદ.

કોર્ટે મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આવકથી વધુ સંપત્તિના કેસમાં ACBએ ગઈકાલે  રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર  મનસુખ સાગઠિયા કોર્ટમાં રજૂ કર્યા  હતાં, જ્યાં સરકારી વકીલની દલીલો સાંભળી કોર્ટે મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

સામેના આવકથી વધુ સંપત્તિના કેસમાં મનસુખ સાગઠિયાના રિમાન્ડ માટે સરકારી વકીલે દલીલ કરી હતી કે સાગઠિયા તેના પગારની પુરેપુરી રકમ બચાવે તો પણ તેની પાસે મળેલી રકમ ભેગી કરી શકે નહીં. સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજી બાકી છે, જે તેની હાજરીમાં કરવી જરૂરી છે. સાગઠિયાઅને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે. 

મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012ની સાલથી લઈ 2024ની સાલ દરમિયાન સાગઠિયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી રૂ.10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવતાં ગુનો દાખલ કર્યો હતો.

આ સમાચાર શેર કરો