મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં આગામી 10 જૂનથી ચાર દિવસ વરસાદની આગાહી, ગરમીમાંથી રાહત મળશે

રાજ્યમાં 3 દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જૂને

અમદાવાદમાં આગામી 10 જૂનથી ચાર દિવસ વરસાદની આગાહી, ગરમીમાંથી રાહત મળશે

રાજ્યમાં 3 દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જૂને દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આગામી 10 જૂનથી ચાર દિવસ વાતાવરણમાં પલટો આવે અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અમદાવાદીઓને ગરમીમાંથી મળશે રાહત

અમદાવાદમાં 43 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.1 ડિગ્રીનો વધારો થયો હતો.  રવિવાર સુધી તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આ પછી વરસાદની સંભાવનાને પગલે ગરમીમાંથી પણ રાહત મળે તેવી શક્યતા છે.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અુસાર આગામી 12 જૂન સુધી વરસાદની સંભાવના 25 ટકા જેટલી છે. જોકે, અમદાવાદમાં ખરા અર્થમાં ચોમાસું જૂન મહિનાના અંતિમ સપ્તાહથી જ જામશે. 

રાજ્યમાં ગરમીને કારણે લોકો પરેશાન

રાજ્યમાં ગાંધીનગરમાં 43, રાજકોટમાં 42.3, ડીસામાં 41.7, વડોદરામાં 41.6, ભુજમાં 40.4, ભાવનગરમાં 39.9, સુરતમાં 38.1 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

આગામી 3 દિવસ ક્યાં વરસાદની આગાહી...

8 જૂન: દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, દમણ, દાદરા નગર હવેલી

9 જૂન: છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર, દીવ, દમણ, દાદરા નગર હવેલી

10 જૂન: દાહોદ, પંચમહાલ,  અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, દીવ, દમણ, દાદરા નગર હવેલી.

આ સમાચાર શેર કરો