સુરતમાં જન્માષ્ટમીએ અનોખી રીતે થશે ઉજવણી, પ્રથમ વાર મહિલા મંડળ માટે 2 વિશેષ મટકી બંધાશે
સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી દર વખતે અનોખી રીતે થતી હોય છે. ત્યાર ભાગળ ચાર રસ્તા

સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી દર વખતે અનોખી રીતે થતી હોય છે. ત્યાર ભાગળ ચાર રસ્તા ખાતે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમ થવાનો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સાંજે ૪.૦૦ ક્લાકે ભાગળ ચાર રસ્તા ખાતે મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી વેડરોડનું શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવશે, જેઓને ૧૧,૦૦૦/- નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે. આ વર્ષે મહિલાઓ માટે ભાગળ ખાતે વિશેષ ૨ મટકી બાંધવામાં આવશે, જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ કલબનું મહિલા મંડળ મટકી ફોડશે. તેમજ રૂદરપુરા ખારવા વાડનું આર.કે સ્પોર્ટ ક્લબનું મહિલા મંડળ મટકી ફોડશે.
ભાગળ ખાતે ફોડાશે મટકી
શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંતે કહ્યું કે, આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ દ્વારા બે મટકી ફોડવામાં આવશે. જેઓને પણ ૧૧,૦૦૦/- નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે. આ વર્ષે ૨૫ વર્ષ જૂના ગોવિંદા મંડળ માટેની ભાગળ ખાતે મટકી બાંધવામાં આવે છે. જેમાં ડ્રો કરવામાં આવ્યો હતો. એમાં અડાજણનું શ્રી સિદ્ધિ સ્પોર્ટ્સ ક્લબનું નામ ખુલ્યું હતું. જેઓ મટકી ફોડશે. જેઓને ૧૧,૦૦૦/- રૂપિયાનું રોક્ડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવા આવશે. તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાશન ઈનામ તથા ટ્રોફી આપવામાં આવશે.
લિંબાયતમાં 11 મંડળ હાજર રહેશે
યુથ ફોર ગુજરાત દ્વારા સંજય નગર ચોક લિંબાયત ખાતે મટકીને સલામી આપવા ૧૧ મંડળો હાજર રહેશે અને મટકી ફોડવા ૧૦ મંડળો ભાગ લીધો છે. એમ કુલ ૨૧ ગોવિંદા મંડળોએ લિંબાયત ખાતે ભાગ લેનાર છે. અને બે મહિલા મંડળએ ભાગ લીધો છે. યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ દ્વારા ૧,૫૧,૦૦૦/- નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવેલ છે, લીંબાયત ખાતે પણ આ વર્ષે મહિલાઓ માટે વિશેષ બે મટકી બાંધવામાં આવશે.








