મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોરબંદર: ખંભાળાની કન્યા છાત્રાલયમાં 21 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, પાણીપુરી-ઇડલી ખાધા બાદ થઈ અસર

રાણાવાવ તાલુકાના ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓને પાણીપુરી અને ઇડલી ખાધા બાદ ફૂડ

પોરબંદર: ખંભાળાની કન્યા છાત્રાલયમાં 21 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, પાણીપુરી-ઇડલી ખાધા બાદ થઈ અસર

રાણાવાવ તાલુકાના ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓને પાણીપુરી અને ઇડલી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેના પગલે તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે સ્થિત કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં ગત રાત્રિએ વિદ્યાર્થિનીઓએ પાણીપુરી અને ઇડલી ખાધી હતી. જે પૈકી 21 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. 

હાલ વિદ્યાર્થિનીઓની તબિયત સુધારા પર

જોકે, તમામને સારવાર માટે રાણવાવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયાં ફરજ પરના તબીબોએ સારવાર આપી હતી. હાલ વિદ્યાર્થિનીઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો