મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ફૂડ વિભાગના દરોડા, લાખો રૂપિયાનું અખાદ્ય તેલ અને શંકાસ્પદ ઘીનો જથ્થાનો નાશ

દિવાળીના તહેવારને થોડાક દિવસો બાકી છે, ત્યારે તહેવાર પહેલા જ રાજ્યનું ફૂડ વિભાગ સક્રિય થયું છ

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ફૂડ વિભાગના દરોડા, લાખો રૂપિયાનું અખાદ્ય તેલ અને શંકાસ્પદ ઘીનો જથ્થાનો નાશ

દિવાળીના તહેવારને થોડાક દિવસો બાકી છે, ત્યારે  તહેવાર પહેલા જ રાજ્યનું ફૂડ વિભાગ સક્રિય થયું છે. બનાસકાંઠાના ડીસાની ત્રણ પેઢીઓ પર ફ્રુડ વિભાગે મોડી રાત્રે દરોડા પાડીને અખાદ્ય તેલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ફુડ વિભાગે દરોડા પાડીને રૂ. 29 લાખ 79 હજાર ૮૯૫નો શંકાસ્પદ ઘી તથા ખાદ્યતેલ જથ્થો ઝડપ્યો હતો.

અમર ઇન્ડસ્ટ્રીઝ,તાસ્વી માર્કેટિંગ,વેદાંત ફુડ પ્રોડક્ટ સામે કાર્યવાહી

ફૂડ વિભાગે અમર ઇન્ડસ્ટ્રીઝ,તાસ્વી માર્કેટિંગ,વેદાંત ફુડ પ્રોડક્ટ સામે કાર્યવાહી હાથ ધરી હતી.ફૂડ વિભાગે જથ્થાને સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યો હતો.

પાટણ જિલ્લામાં ભેળસેળિયા વેપારીઓ પર તવાઈ 

પાટણ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં ભેળસેળિયા વેપારીઓ સામે ફૂડ વિભાગ સર્તક બન્યું છે. સિધ્ધપુર હાઇવે જંબેશ્વર હોટલ પાસેથી ટેમ્પામાંથી શંકાસ્પદ ઘી અને વેજ ફેટનો 297 કિલો જથ્થો ઝડપાયો છે. પાટણ ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડામાં રૂ.53 હજાર 359નો 297 કિલો શંકાસ્પદ ઘી ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ખુશ્બુ એન્ટરપ્રાઇઝને ફૂડ વિભાગ દ્વારા સીઝ

કાણોદરના નજરમહંમદ ગુલામહુસેન ભોરણીયા દ્વારા ઘીનો જથ્થો ટેમ્પોમા લાવવામાં આવ્યો હતો, અને આ જથ્થાનું વદાણી ખુશ્બુ એન્ટરપ્રાઇઝ ખાતે લેબલિંગ થતું હતું.વદાણી ખુશ્બુ એન્ટરપ્રાઇઝને ફૂડ વિભાગ દ્વારા સિઝ કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો