મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં લોક ગાયક ઉમેશ બારોટની ગીતના શૂટિંગ દરમિયાન તબિયત લથડી, સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ

કચ્છમાં જાણીતા લોક ગાયક ઉમેશ બારોટની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. મોડી રાતના

કચ્છમાં લોક ગાયક ઉમેશ બારોટની ગીતના શૂટિંગ દરમિયાન તબિયત લથડી, સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ

કચ્છમાં જાણીતા લોક ગાયક ઉમેશ બારોટની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. મોડી રાતના સમય દરમિયાન ઉમેશ બારોટની તબિયત અચાનક ખરાબ થતા તેમને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, શૂટિંગ દરમિયાન તેમની તબિયત બગડતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કચ્છના સફેદ રણમાં ઉમેશ બારોટના આલ્બમ ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં તાવ આવ્યા બાદ તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. હાલ રિપોર્ટ સહિતની પ્રાથમિક પ્રક્રિયા સાથે સારવાર ચાલુ છે.

આ સમાચાર શેર કરો