મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ભર શિયાળે વરસાદી માહોલ સાથે છવાયું ધુુમ્મસભર્યું વાતાવરણ

ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુરુવા

ગુજરાતમાં ભર શિયાળે વરસાદી માહોલ સાથે છવાયું ધુુમ્મસભર્યું વાતાવરણ

ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુરુવારે સવારથી ગુજરાતભરમાં વાતાવરણ વાદળછાયું અને ધુમ્મસભર્યું રહ્યું હતું. તેમજ આજે પણ સવારથી છવાયેલા ધુમ્મસના કારણે સામાન્ય દિવસો કરતા ગુરુવારે સાંજે 5.30 વાગ્યા આસપાસ અંધારપટની પરિસ્થિતિ ઊભી થઈ હતી.

આ પણ વાંચો : રાજ્યભરમાં મેઘ કહેરની આગાહી: આ 4 શહેરોમાં કરા અને વરસાદની આગાહી સાથે 'ઓરેન્જ એલર્ટ'

જેને કરાણે હાઇવે પર પસાર થતા વાહનચાલકોએ વહેલાસર ગાડીઓની લાઈટો ચાલુ કરવી પડી હતી. જોકે આજે પણ મહેસાણા સહેર અને હાઇવે વિસ્તારમાં ધૂમસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ઠંડીનું જોર ઘટ્યું છે. આજે સવારે 9 વાગ્યા સુધીમાં 20 ડીગ્રી તાપમાન મહેસાણામાં નોધાયું હતું. તેમજ ચારેતરફ ધૂમસ જોવા મળી રહ્યું છે.

આ સમાચાર શેર કરો