VIDEO: નવસારીમાં જળબંબાકાર: ૧૬ ઈંચ વરસાદથી પૂર્ણા નદી ભયજનક સપાટીએ, ૨૦૦૦ લોકોનું સ્થળાંતર
નવસારીમાં મેઘરાજાના ભારે રૌદ્ર સ્વરૂપે જનજીવન અસ્તવ્યસ્ત

નવસારીમાં મેઘરાજાના ભારે રૌદ્ર સ્વરૂપે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. મોડી રાત સુધીમાં 16 ઈંચ વરસાદ ખાબકતા પૂર્ણા નદીની સપાટી ૨૭ ફૂટ પર પહોંચી હતી, જે ભયજનક નિશાનથી 4 ફૂટ ઉપર છે.ભેંસત ખાડા સહિતના નીચાણવાળા વિસ્તારોના બે હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અનેક ઘરોમાં ૬-૭ ફૂટ પાણી ભરાતા લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા નજીકની સમાજની વાડીઓમાં અસરગ્રસ્તો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હજુ પણ ભરતીના કારણે પાણી ઉતરતા વાર લાગશે. નવસારીમાં આજે પણ રેડ એલર્ટ હોવાથી વહીવટી તંત્ર સતર્ક છે.




