મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં રેડ એલર્ટ છતાં શાળાઓ ચાલુ રહેતા હોબાળો

નવસારીમાં વરસાદના રેડ એલર્ટ છતાં કેટલીક શાળાઓ ચાલુ રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લ

તસવીર: gstv

નવસારીમાં વરસાદના  રેડ એલર્ટ છતાં કેટલીક શાળાઓ ચાલુ રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લા કલેક્ટરે રજા જાહેર કરી હોવા છતાં, અમુક શાળા સંચાલકોની મનમાનીને કારણે ભારે વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓએ પાણી ભરાયેલા રસ્તાઓ પાર કરવા પડ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી વધતા વાલીઓ પોતાના બાળકોને ખભે બેસાડીને શાળાએથી ઘરે લઈ જવા મજબૂર બન્યા હતા. સંચાલકોની મનમાનીએ વાલીઓમાં ભારે રોષ જગાવ્યો છે.

આ સમાચાર શેર કરો