VIDEO: નવસારીમાં ભારે વરસાદથી મુશ્કેલી
નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અહીંની જીવાદોરી ગણાતી પૂર્ણા નદી ગાંડીતૂર બની છે. નદીના જળસ્તર વ

નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અહીંની જીવાદોરી ગણાતી પૂર્ણા નદી ગાંડીતૂર બની છે. નદીના જળસ્તર વધતા સૂપા-કુરેલને જોડતો લો-લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ પુલ બંધ થતા દસ જેટલા ગામડાઓનો સીધો સંપર્ક તૂટી ગયો છે, જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહનચાલકોને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવા માટે લાંબો ફેરો ખાવાની ફરજ પડી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા માર્ગ બંધ કરી ત્યાં બેરિકેટ્સ ગોઠવી દેવામાં આવ્યા છે. જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 'રેડ એલર્ટ' આપવામાં આવતા વહીવટી તંત્ર સાબદું બન્યું છે. સલામતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા આજરોજ તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.




