VIDEO: સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર,તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ
સુરતમાં વરસેલા ભારે વરસાદથી તંત્રના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પ

સુરતમાં વરસેલા ભારે વરસાદથી તંત્રના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે અને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઉધના-નવસારી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાયો છે અને અનેક વાહનો રસ્તામાં બંધ પડી જતાં નોકરિયાત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. પાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પરિસ્થિતિ બદલાઈ નથી, જેના કારણે સ્થાનિક રહીશોમાં તંત્રની આ ઘોર બેદરકારી સામે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને તંત્રના તમામ દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે..




