મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જળબંબોળ વાંસદા: ઉનાઈમાં ધારાસભ્યના ઘર સુધી ભરાયા પાણી, હાઈવે પર વૃક્ષ પડતાં રસ્તો બંધ

નવસારી જિલ્લામાં આભમાંથી વરસેલી આફતના કારણે જનજીવન અ

નવસારી જિલ્લામાં આભમાંથી વરસેલી આફતના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને વાંસદા તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ ઉનાઈ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલના ઘરની નજીક પણ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. પ્રખ્યાત ઉનાઈ માતાજીના મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા શ્રદ્ધાળુઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ, વાંસદાથી ડાંગ તરફ જતા વ્યસ્ત હાઈવે પર એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે વાંસદા ટાઉનના પીઆઈ ધોધમાર વરસાદમાં જાતે રસ્તા પર ઊભા રહીને ટ્રાફિક નિયમન કરાવતા નજરે પડ્યા હતા, જેમની આ ફરજપરસ્તીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો