Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rains lash several areas of Odisha capital, causing waterlogging

VIDEO : ઓડિશાની રાજધાનીના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદથી જળબંબોળની સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઓડિશાની રાજધાની ભુવનેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ વહેલી સવારથી જ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સતત વરસી રહેલા આ આફતના પાણીના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક પંપિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં હજુ પણ વધુ વરસાદની ચેતવણી આપી હોવાથી સ્થાનિક લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે

App Store