મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પૂરનું સંકટ: નવસારીમાં પૂર્ણા નદી કિનારે હાઈ-એલર્ટ, પાલિકા તંત્ર એક્શન મોડમાં!

નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે નવસારી મહાનગ

નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે નવસારી મહાનગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે. પૂર્ણા નદીના કિનારે વસેલા નવસારી શહેરમાં પૂર આવવાની કટોકટીભરી શક્યતાઓને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા આગોતરી સાવચેતીના પગલાં ભરવાનું શરૂ કરી દેવાયું છે. ખાસ કરીને શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ કરી દેવામાં આવ્યા છે. કોઈપણ કટોકટીની સ્થિતિ કે અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા ફાયરના જવાનો અને ખાસ તરવૈયાઓની ટીમોને અત્યારથી જ સાધન-સામગ્રી સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી પૂર જેવી સ્થિતિ સર્જાતા જ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય.

આ સમાચાર શેર કરો