નવસારીના બીલીમોરામાં પૂરની સ્થિતિ, અંબિકા નદીના પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોના પાક પાયમાલ
નવસારીની બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂરના ભરાયે

નવસારીની બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂરના ભરાયેલા પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. કાવેરી અને અંબિકા નદીના આકાશી દ્રશ્યોમાં અંબિકાના કારણે બંદર રોડ વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો હતો. કાવેરી નદીના કારણે દેશરા વિસ્તાર પાણીથી તરબતર થયો હતો. બેટમાં ફેરવાયેલી બીલીમોરા નગરપાલિકાના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા.
સપાટી ઘટી
નવસારીના બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂર ગ્રસ્ત વિસ્તારમાં ગણદેવીના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ મુલાકાત લીધી હતી. સંપર્ક વિહોણા થયેલ ભાઠા ગામના ધોલ ફળિયામાં નરેશ પટેલ ટ્રેકટર પર સવાર થઈ ગામમાં પહોંચ્યા હતા. બીલીમોરા શહેરના નીચાણવાળા પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ મુલાકાત કરી અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા. નવસારીની અંબિકા,કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે.
22 ફૂટ ભયજનક સપાટી
નવસારીની પૂર્ણા નદીની સપાટીમાં ઘટાડો થતાં તંત્રએ રાહતના શ્વાસ લીધા છે. પૂર્ણા નદીની સપાટી વધતા નવસારી શહેરમાં પૂરની સ્થિતિ નિર્માણ થાય છે. પૂર્ણા નદીની સપાટી 22 ફૂટ ભયજનક સપાટી છે. પૂર્ણા નદીની સપાટીમાં હાલ ઘટાડો થઈ રહ્યો છે. પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયા તાપી અને સુરત જિલ્લામાં વરસાદ ઘટતા પૂર્ણાની સપાટી ઘટી રહી છે.








