VIDEO: સોમનાથ મંદિર નજીક ત્રિવેણી સંગમ ખાતે ઘોડાપૂરની સ્થિતિ, હિરણ-2 ડેમના દરવાજા ખોલાયા
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક આવેલા ત્રિવેણી સંગમ ખાતે હિરણ, કપીલા અને સરસ્વતી નદીઓના સંગમમાં
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક આવેલા ત્રિવેણી સંગમ ખાતે હિરણ, કપીલા અને સરસ્વતી નદીઓના સંગમમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. હિરણ-2 ડેમના દરવાજા ખોલવામાં આવતાં ત્રિવેણી સંગમ નદીનું પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે, જેના કારણે આસપાસના લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે. આનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે, અને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સ્થાનિકોએ પાલિકા પ્રમુખને આ બાબતે જાણ કરી, અને તાત્કાલિક પગલાંની માગ કરી છે.




