સુરતમાં વધુ એક માસૂમ પિંખાઈ, પાંચ વર્ષની બાળકીને રૂમમાં લઈ જઈ મોટા પપ્પાએ કરી બળજબરી
સુરતમાં માસૂમો સાથેના અત્યાચારો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં. સંબંધોને લાંછન લગાવતા બનાવ

સુરતમાં માસૂમો સાથેના અત્યાચારો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં. સંબંધોને લાંછન લગાવતા બનાવોમાં વધુ એક પરિવારના સભ્યએ જ પોતાની ઘરની માસૂમ પર મેલી નજર નાખી હતી. કાપોદ્રા વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી સાથે તેના જ મોટા પપ્પાએ બળજબરી કરી હોવાની ઘટના સામે આવી છે. જેથી પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે.
બાળકી રમવા જતાં શિકાર બનાવી
કાપોદ્રાના શ્રી રામનગરમાં રહેતા આરોપી રમાપત રામસુમેર બિન્દએ પોતાના નાનાભાઈની 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના માતા વતન ગયા હતા. જેથી મોટા પપ્પાને ત્યાં બાળકી રમવા ગઈ હતી. આ દરમિયાન બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકીના ગુપ્તભાગે આંગળી નાંખી હતી. જે બાદ બાળકીને ગુપ્તાંગમાં દુઃખાવો થયો હતો. માતા વતનથી પરત આવ્યા બાદ બાળકીની તપાસ કરતા ગુપ્તાંગમાં ઇજાઓ જોવા મળી હતી.
નાસી જાય તે પહેલાં ઝડપાયો
માતાએ બાળકીની પૂછપરછ કરતા મોટા પપ્પાની કરતૂત બાળકીએ જણાવી હતી. માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને પગલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આરોપી રમાપત રામસુમેર બિન્દને જાણ થતાં તે સુરત છોડી ભાગવાની ફિરાકમાં હતો. જો કે, પોલીસે ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો હતો.








