મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha news: ઈડરના ભજપુરા બસ સ્ટેન્ડ નજીક પાંચ વર્ષીય બાળકીનું અપહરણ

ગુજરાતના સાબરકાંઠાંમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સાબરકાંઠાના ઈડર-વિજયનગર રોડ પર ભજપુરા

Sabarkantha news: ઈડરના ભજપુરા બસ સ્ટેન્ડ નજીક પાંચ વર્ષીય બાળકીનું અપહરણ

ગુજરાતના સાબરકાંઠાંમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  સાબરકાંઠાના ઈડર-વિજયનગર રોડ પર ભજપુરા બસ સ્ટેન્ડ નજીક પાંચ વર્ષીય બાળકી પિંકીનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. શ્રમિક પરિવારની આ બાળકીને અજાણ્યા મોટરસાઇકલ ચાલકે લલચાવી કે ફોસલાવી અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. બાળકીના પિતાએ વડાલી પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડાલી પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ધોળકામાં એક મજૂર પરિવારની બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરતાં તપાસમાં બાળતસ્કરીનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

જ્યારે બાળકોની તસ્કરીના રેકેટ કેસની તપાસમાં 15 દિવસથી સાત મહિનાની ઉંમરના નવજાત શિશુઓ અને બાળકોના વેચાણ અને સ્થાનાંતરણ સાથે સંકળાયેલા એક બાળકો તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં દોઢ લાખ રૂપિયામાં માસૂમને વેચવામાં આવતું હતું. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી મહિલા સહિત 5ની ધરપકડ કરીને જેલહવાલે કર્યા છે. ઝડપાયેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યમાં કાર્યરત બાળકોની તસ્કરીના નેટવર્કના સક્રિય સભ્યો હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો