ડાંગમાં ભારે 6 ઈંચ વરસાદ, કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા પાંચ રસ્તા બંધ,આધેડ તણાયે
ભારે વરસાદ સર્વત્ર વરસી રહ્યો છે. ડાંગમા 6 ઈંચ વરસાદ પડ્યો છે. જેના કા

ભારે વરસાદ સર્વત્ર વરસી રહ્યો છે. ડાંગમા 6 ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના વઘઇ તાલુકાના પાંચ જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં (૧) ખાતળ ફાટકથી ઘોડી રોડ, (૨) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, (૩) સુસરદા વી.એ.રોડ, (૪) ઘોડવહળ વી.એ.રોડ, (૫) આહેરડી-બોરપાડા રોડ ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ટોપિંગ થવાથી અવરોધાયા છે.
આધેડ તણાયા
જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. ઉગા ગામના આધેડનો પગ ચેકડેમ પરથી લપસી જતા નદીમાં તણાયો હતો. તેઓ પુત્ર સાથે ચેક ડેમ પરથી પૂર્ણા નદી ઓળંગી રહ્યા હતા
લોકોને સાવચેત રહેવા અપીલ
ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.
ડાંગ જિલ્લામાં સવારે 06:00 to 08:00
આહવા - 04 mm
વઘઈ - 05 mm
સુબીર -02 mm
સાપુતારા -06 mm
ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ
આહવા -164 mm
વઘઈ- 185 mm
સુબીર - 135 mm
સાપુતારા- 89 mm








